તા 10-12-2025 ના રોજ પેપ્સીકો કંપની માંથી આવેલ રિચાબેન અને વિશાલભાઈ કંપની દ્વારા ચલાવવામાં આવતો પ્રોજેક્ટ sustainable & Reganretive agriculture પ્રોજેક્ટના ખેડૂતોના સપોર્ટ માટે આજે સજીવન લાઇફ ડીસા ઓફિસ ની મુલાકાત લીધી.
સજીવન લાઇફ માંથી ભરતભાઈ સોલંકી (પ્રોજેક્ટ મેનેજર) અને જગદીશ ભાઈ ચૌહાણ(જીલ્લા ફિલ્ડ કો-ઓર્ડીનેટર) દ્વારા હરિયાળું બનાસ અંતર્ગત ચાલતા તમામ પ્રોજેક્ટ વિશે માહિતી આપવામાં આવી.
જેમાં
ICS પ્રોજેક્ટ અને બાયોચાર પ્રોજેક્ટ વિશે પેપ્સીકો માંથી આવેલ ઓફિસર સાથે વિસ્તૃત માં ચર્ચા કરવામાં આવી અને ત્યાર બાદ જગદીશભાઈ દ્વારા ટીમને દાંતીવાડા તાલુકાના ખેડૂત શ્રી કરશનભાઈ માળી ના ફાર્મ હાઉ ની મુલાકાત કરાવવામાં આવી ત્યાં બાયોચાર મિક્સ છાણીયું ખાતર એક્ટિવ કરવાની પ્રોસેસ અને ડેમોસ્ટ્રેશન નિહાળવામાં આવેલ તેમજ ICS પ્રોજેક્ટ સાથે જોડાયેલ આજુબાજુ માંથી આવેલ ખેડૂતો સાથે ટીમ દ્વારા પ્રાકૃતિક ખેતી અને બાયોચાર વાપરવાથી થતા ફાયદાઓ અને તેના ઉપયોગ વિશે વિગતવાર ખેડૂતો પાસે થી જાણકારી મેળવી.
પેપ્સીકોમાંથી આવેલ ઓફિસરો સંજીવન ઓફિસ અને ખેડૂતો સાથે આટલા મોટા સંપર્ક તેમજ ખેડૂતો સાથેની લાઈવ કામગીરીને જોઈ સજીવન લાઇફનો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો.
અને આવતી કાલે બાયોચાર ઉપયોગ કરી ચૂક્યા હોય તેવા બીજા પણ ખેડૂતો સાથે મુલાકાત થાય એ માટે સજીવનના ઓફિસરોને જાણ કરવામાં આવી.








